Los registros están cerrados

શું તમે તમારા મનને જીતવા તૈયાર છો ?


શું તમે  તમારા મનની ઉથલપાથલ અને ગૂંચવણ દૂર કરવા માંગો છો ?  તો ચાલો પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જ્ઞાનવર્ધક પ્રવચન દ્વારા ‘મનને જીતવાની પ્રૅક્ટિસ’ કરીએ 

મહત્વના મુદ્દાઓ: 

મનને સમજીએ  :

મનના સ્વભાવને ઓળખીએ અને  સમજીએ કે આધ્યાત્મિક વિકાસ માટે મનને જીતવું કેમ આવશ્યક છે.

મન જીતવાની રીતો: 

સતત કાર્યશીલ રહેતા મનને જીતવાની, વિચારોને સાચી દિશામાં વાળી અંતરને શિસ્તબદ્ધ બનાવવાની પ્રેક્ટિકલ ટીપ્સ.

માનસિક પડકારો પર વિજય: 

આધ્યાત્મિક વિકાસમાં અડચણરૂપ બનતા માનસિક પડકારો ઓળખી તેને પાર કરવાની રીતો.

આંતરિક શક્તિ કેળવવી:

આંતરિક શક્તિ અને સ્થિરતા કઈ રીતે જીવનના પડકારોને શાંત મને પસાર કરવા આપણને બળ પૂરું પાડે છે. 

શાંત મન સાથેનું જીવન:

આપણો આપણા મન પરનો કાબૂ એ એ મનની શાંતિ, સ્પષ્ટતા અને પરિપૂર્ણતાનું પ્રબળ કારણ.

અમારા વિષે :

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એક એવું વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન છે, જે સાધકોના આત્મવિકાસની વૃદ્ધિ તેમજ સામાજિક ઉત્થાન અર્થે કાર્યરત છે. ૧૯મી સદીના આત્મજ્ઞાની સંત, તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત આ મિશન વિશ્વના ૬ ખંડમાં આવેલ ૨૦૬ કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી આત્મજ્ઞાની ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને  શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક છે. તેઓશ્રી સિદ્ધાંત અને અનુભવ, બુદ્ધિ અને હૃદયનો સુમેળ સાધી આનંદપૂર્વક અંતરયાત્રા સાધવા સમર્થ અને પ્રયોગાત્મક સાધનો દર્શાવે છે જે વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે.

Learn More

Fecha y Hora
domingo, 20 de octubre de 2024
16:00 17:30
Ubicación
Surendranagar Spiritual centre, ‘RAJ’, Old Lati Plot, Dr Manish pandya lane, Surendranagar-363001
Organizador
--Centre--

SRMD - Surendranagar Spiritual Centre

Shailesh Sanghavi / Priyanka Jadav
+91 9324037542 / +91 8799331758
surendranagar@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.