Los registros están cerrados

તમારી ભૂમિકાઓ, વિચારો અને લાગણીઓ ઉપરાંત તમે કોણ છો?


જીવનભર આપણે આપણી જાતને જુદા જુદા લેબલોથી ઓળખીએ છીએ - વિદ્યાર્થી, વ્યાવસાયિક, માતા-પિતા, વિચારક, કર્તા... પરંતુ આ બધાની પાછળ તમારી સાચી ઓળખ છુપાયેલી છે : સતત, શાંતિપૂર્ણ, અસ્પૃશ્ય.


આ સત્સંગ - ‘સ્વયંને જાણો’ એક આમંત્રણ છે - તમને બધા ઘોંઘાટથી પરે લઇ જઈ તમારા વાસ્તવિક સ્વરૂપને મળાવવાનું, જે બદલાતું નથી, સાક્ષી છે, જે ફક્ત છે.


જીવંત ગુરુની હાજરીમાં ભીતરની યાત્રા સ્પષ્ટ, ઊંડી અને કૃપામય બને છે. તેમનું માર્ગદર્શન ભ્રમણાઓ તોડી તેજસ્વી સત્યનું દર્શન કરાવે છે.


જોડાઓ, કોઈ ખ્યાલ નહીં પરંતુ પ્રત્યક્ષ અનુભવ માટે.


જોડાઓ ફક્ત કંઈક નવું જાણવા નહીં  પરંતુ શાશ્વતને જાણવા..


આ સત્રમાં આપને મળવાની આશા સાથે.


🗓 તારીખ: ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫, રવિવાર 

🕰 સમય: સાંજે ૪:૩૦ થી ૬:૦૦

📍 સ્થાન: સુરેન્દ્રનગર સ્પિરિચ્યુઅલ સેન્ટર, જૂનો લાતી પ્લોટ- શેરી નં. ૨, પાણીની ટાંકી પાસે, સુરેન્દ્રનગર  


અમારા વિષે:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે. 

Fecha y Hora
domingo, 31 de agosto de 2025
16:30 18:00
Organizador
--Centre--

SRMD - Surendranagar Spiritual Centre

ધર્મેન્દ્ર સંઘવી / દેવાંગ દોશી
+૯૧ ૯૨૨૭૭૭૦૦૦૦ / +૯૧ ૯૮૨૫૪ ૬૭૭૦૦
surendranagar@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.