રોજિંદા જીવનના ઘોંઘાટમાં, મન અવિરતપણે દોડે છે - વિચારો, ઇચ્છાઓ અને વિક્ષેપોનો પીછો કરે છે. છતાં આ બધી ગતિવિધિઓ વચ્ચે આપણી અંદર એક શાંત જગ્યા છુપાયેલી છે- આત્માની જગ્યા જે અસ્પૃશ્ય અને સ્થિર છે.
ધ્યાન યાત્રા તમને ભીતર જવા માટે આમંત્રણ આપે છે - બેચેનીથી સ્થિરતા તરફ, વિચારથી જાગૃતિ તરફ અને શોધથી તામર સહજ અસ્તિત્વ તરફ. પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનથી પ્રેરિત આ યાત્રા દર્શાવે છે કે ધ્યાન એ જીવનથી છટકવું નથી પરંતુ તેના સાર તરફ પાછા ફરવું છે - સ્પષ્ટતા, કરુણા અને સ્વ સાથેના જોડાણને જાગૃત કરવું છે.
સૌમ્ય માર્ગદર્શન અને આત્મનિરીક્ષણ દ્વારા, આપણે શીખીએ કે શાંતિ, બાહ્ય વિશ્વને બદલવાથી નહીં પરંતુ અંદરની સ્થિરતા સાથે સુમેળ સાધવાથી આવે છે. જેમ જેમ મન શાંત થાય છે, જાગૃતિ વધુ ગહન બને છે અને આપણા સહજ અસ્તિત્વનો આનંદ પ્રગટ થવા લાગે છે.
‘‘ધ્યાન યાત્રાના 4 પગલાં’’ માં અમારી સાથે જોડાઓ અને આત્મા જ્યારે પોતાના પ્રકાશમાં જાગૃત થાય ત્યારે ખીલતી શાંતિનો અનુભવ કરો.
અમારા વિષે:
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.