Los registros están cerrados

🌱 તમારા જીવનને આકાર આપતાં ૫ સંસ્કારો 🌱


આપણું જીવન ફક્ત આપણા બાહ્ય અનુભવોથી જ નહીં પરંતુ જીવન દરમિયાન આપણા પર પડેલી ઊંડી છાપ અથવા સંસ્કારોથી પણ ઘડાય છે. આ સૂક્ષ્મ છતાં શક્તિશાળી માનસિક પેટર્ન આપણા વિચારો, ક્રિયાઓ અને આપણા ભાગ્યને પણ પ્રભાવિત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના બોધથી પ્રેરિત આ જ્ઞાનવર્ધક સત્રમાં તમારા જીવનની સફરને આકાર આપતા ૫ મુખ્ય સંસ્કારો સમજી તેમાં રૂપાંતરણ દ્વારા એક સભાન અને સુમેળભર્યું જીવન કઈ રીતે શક્ય છે તે જાણો.


તો શેની રાહ જુઓ છો?


🧠 સંસ્કારોની અસરને સમજવી - સંસ્કારોના મૂળમાં ઊંડા ઉતરો અને ઘણીવાર આપણી જાણ બહાર

તે આપણી માન્યતાઓ, વર્તન અને પ્રતિક્રિયાઓને કેવી રીતે આકાર આપે છે તે જાણો.


✨ ૫ મુખ્ય સંસ્કારો - તમારા વ્યક્તિગત વિકાસ અને આધ્યાત્મિક વિકાસમાં કેન્દ્રિય ભૂમિકા ભજવતા ૫ શક્તિશાળી સંસ્કારોને જાણો.


🌸 પરિવર્તનશીલ પ્રથાઓ — તમારા સંસ્કારોને શુદ્ધ અને ઉન્નત બનાવવામાં મદદ કરે એવી અલગ-અલગ રીતો શીખો જે તમને સંતુલન, શાંતિ અને સાચા આત્મ-સાક્ષાત્કાર ભર્યું જીવન આપે.


આ સત્ર તમારા જીવનમાં અદ્રશ્ય શક્તિઓને સમજવા અને આંતરિક શાંતિ, આધ્યાત્મિક જાગૃતિ અને કાયમી સુખ તરફ દોરી જતા સંસ્કારોને સભાનપણે કેવી રીતે કેળવવા તે સમજવાની એક અનોખી તક છે.


અમારી સાથે જોડાઓ અને તમારા સંસ્કારોને અંદરથી આકાર આપીને તમારા જીવનમાં સુંદર પરિવર્તન અનુભવો.


અમારા વિષે:


શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.


Learn More

Fecha y Hora
domingo, 10 de agosto de 2025
16:30 18:00
Ubicación
સુરેન્દ્રનગર સ્પિરિચ્યુઅલ સેન્ટર, જૂનો લાતી પ્લોટ- શેરી નં. ૨, પાણીની ટાંકી પાસે, સુરેન્દ્રનગર. 22°43'46.3"N 71°38'04.1"E
Get the direction
Organizador
--Centre--

SRMD - Surendranagar Spiritual Centre

Shailesh Sanghavi / Priyanka Jadav
+91 9324037542 / +91 9979999169
surendranagar@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.