‘એનરિચ યોર લાઇફ’ વર્કશોપ
કોમ્પ્રોમાઇઝ અને સ્વૈછિક એડજસ્ટમેન્ટ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું તે અંગેના એવા વ્યવહારુ સાધનો શોધીએ જે આપણને વિપરીત પરિસ્થિતમાં દયા અને સહાનુભૂતિ સાથે ઉકેલ લાવી વધુ મજબૂત અને પરિપૂર્ણ સંબંધો કેળવવા પ્રોત્સાહિત કરે
આ વર્કશોપમાં સમાવેશ થશે:
-અસરકારક વાતચીત અને સંઘર્ષના નિરાકરણની કળા
- સંબંધોમાં વિશ્વાસ અને પરસ્પર આદર કઈ રીતે જાળવી રાખવો ?
-સફળ સંબંધોમાં કોમ્પ્રોમાઇઝ અને સ્વૈછિક એડજસ્ટમેન્ટની ભૂમિકા શું ?
-અવરોધોને દૂર કરીને અને જીવનના ઉતાર-ચઢાવ દ્વારા સકારાત્મક જોડાણ કઈ રીતે જાળવી રાખવું ?
ચાલો, શાંતિ, જ્ઞાન અને આંતરિક રૂપાંતરણ તરફ દોરી જતા આ દિવ્ય અવસરને વધાવી લઇએ !
તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આ જીવન-પરિવર્તનશીલ પ્રવચનનો લાભ લેવા ચોક્કસ પધારો !
અમારા વિષે:
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.
Schedule:
Bhakti 15 min
Satsang 29 min
Discussion 15 min
Meditation 15 min
Aarti 5 Min