શું તમને જિંદગીના ઉતાર ચડાવ મુંજવે છે ?
શું તમે શુદ્ધ, શાશ્વત આનંદની ચાવી શોધવા માંગો છો?
જો તમારા આ પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો જોડાઓ
સુરેન્દ્રનગરમાં આત્માર્પિત કિંજલજી સાથે સાચા સુખની શોધમાં
🗓 તમારા કૅલેન્ડરમાં આજે જ સેવ કરો 19મી અને 20મી નવેમ્બર,2024 અને સ્વ-શોધ અને જ્ઞાનની બે સાંજ માટે જોડાઓ અમારી સાથે 🌟
વિજેતાની જીવનશૈલી
’હું કરી શકીશ કે નહીં‘ એવી શંકા નહીં; પણ ‘હું કરીશ જ‘ એવી ક્ષમતા, એવો વિશ્વાસ. જીવન એટલે ઉપર જતિ અને નીચે આવતી ઘટમાળનું ચક્ર, અનુભવોની એક હાર માળા. જીવનની પ્રત્યેક પડતીના પ્રસંગમાં વધુ ઉપર ઉઠી જીવન સંગ્રામમાં જીત મેળવવી એમાં જ જીવનનું સૌંદર્ય છે. આ સેશન એહસાસ કરાવશે કે આપણા સૌ માં આદર્શ જીવનના સોપાન સર કરવાની ગર્ભિત શક્તિ છુપાયેલી છે અને કલા શીખવશે, સંવેગ, સાહસ અને વિશ્વાસ જગાડવાની.
તારીખ: ૧૯ નવેમ્બર ૨૦૨૪, મંગળવાર
સમય : સાંજે ૮:૩૦ થી ૧૦:૦૦
સંબંધો વચ્ચેનો સેતુ
સંબંધો એ તમારા જીવનનું અવિભાજ્ય અંગ છે. તમે કઈ રીતે તમારા સંબંધો બાંધો છો એ ઉપરથી નિર્ધારિત થાય છે કે તે સંબંધો પ્રેમ અને સમજણના સેતુ બનશે કે ગેરસમજ, અપેક્ષાઓ અને અહંકારની દિવાલો બનશે. આ સેશનમાં તમે આંતરિક સર્જનકળામાં નિપુણતા મેળવી શકશો કે જેનો હેતુ છે એ દીવાલો તોડી પરસ્પર પ્રેમ, આદર, વિશ્વાસ અને સુમેળના સેતુ નિર્માણ કરવાનો.
તારીખ: ૨૦ નવેમ્બર ૨૦૨૪, બુધવાર
સમય : સાંજે ૮:૩૦ થી ૧૦:૦૦
અમારા વિષે :
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એક એવું વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન છે, જે સાધકોના આત્મવિકાસની વૃદ્ધિ તેમજ સામાજિક ઉત્થાન અર્થે કાર્યરત છે. ૧૯મી સદીના આત્મજ્ઞાની સંત, તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત આ મિશન વિશ્વના ૬ ખંડમાં આવેલ ૨૦૬ કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી આત્મજ્ઞાની ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક છે. તેઓશ્રી સિદ્ધાંત અને અનુભવ, બુદ્ધિ અને હૃદયનો સુમેળ સાધી આનંદપૂર્વક અંતરયાત્રા સાધવા સમર્થ અને પ્રયોગાત્મક સાધનો દર્શાવે છે જે વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે.
Schedule:
Nov 19, 2024 & Nov 20 , 2024 -8.30 to 10.00 pm